SEB PSE SSE Exam Notification 2022 Apply Here @sebexam.org
SEB PSE SSE Exam Gujarat (Notification, Paper Solution, Result, Merit List, Exam Program, Candidate Qualification, course, Medium, Question paper template and marks, Examination fee, Income Limit, Required Certificates, Action to be taken by the school, How to apply online, How to pay the fee) SEB PSE SSE પરીક્ષા ગુજરાત (સૂચના, પરિણામ, મેરિટ લિસ્ટ, પરીક્ષા કાર્યક્રમ, ઉમેદવારની લાયકાત, અભ્યાસક્રમ, માધ્યમ, પ્રશ્નપત્રનો નમૂનો અને ગુણ, પરીક્ષા ફી, આવક મર્યાદા, જરૂરી પ્રમાણપત્રો, શાળા દ્વારા લેવાતી કાર્યવાહી, ઑનલાઇન કેવી રીતે અરજી કરવી , ફી કેવી રીતે ચૂકવવી)
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૧ (શહેરી/ગ્રામ્ય ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા.28/12/2021 થી તા.11/01/2022 દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
પરીક્ષાનો કાર્યક્રમ (SEB PSE SSE Exam Gujarat Exam Program)
ક્રમ | વિગત | વિગત |
---|---|---|
1 | જાહેરનામું બહાર પાડ્યાની તારીખ | 17/08/2022 |
2 | www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો | તા.22/08/2022 થી તા.06/09/2022 |
3 | પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો | તા.22/08/2022 થી તા.07/09/2022 |
9 | પરીક્ષા તારીખ | સંભવિત ઓક્ટોબર માસ |
ઉમેદવારની લાયકાત (Candidate Qualification)
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની પરીક્ષા આપી શકશે.
- ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની પરીક્ષા આપી શકશે.
- ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
અભ્યાસક્રમ (SEB PSE SSE Exam Gujarat course)
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ- ૬ થી ૮ સુધીનો રહેશે.
માધ્યમ (Medium)
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ (Question paper template and marks)
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
---|---|---|---|
ભાષા-સામાન્યજ્ઞાન | ૧૦૦ | ૧૦૦ | ૯૦ મિનીટ |
ગણિત-વિજ્ઞાન | ૧૦૦ | ૧૦૦ | ૯૦ મિનીટ |
નોંધ:: અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે
પરીક્ષા ફી (Examination fee)
પરીક્ષાનું નામ | પરીક્ષા ફી | માર્કશીટ/પ્રમાણપત્રફી | કુલ |
---|---|---|---|
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા | ૨૫ | ૧૫ | ૪૦ |
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા | ૩૫ | ૧૫ | ૫૦ |
સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
આવક મર્યાદા (Income Limit)
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
જરૂરી આધારો તે પ્રમાણપત્રો (Required Certificates)
- ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ કાઢી તેની સાથે નીચે મુજબના આધારો/પ્રમાણપત્રો જોડવાના રહેશે.
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
શાળાએ કરવાની કાર્યવાહી (Action to be taken by the school)
- વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬)ના પ્રાથમિક શાળા દ્વારા ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહિ-સિક્કા કરી રાજય પરીક્ષા બોર્ડના ચલણની કોપી સાથે તા-૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં આવેદનપત્રો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની/શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)ના માધ્યમિક શાળા દ્વારા ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહિ-સિક્કા કરી રાજય પરીક્ષા બોર્ડના ચલણની કોપી સાથે તા- ૧૭/૦૧/૨૦રર સુધીમાં આવેદનપત્રો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
ઓનલાઇન અરજી કરવાની રીત (How to apply online)
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.22/08/2022 બપોરના ૧૫.૦૦) થી તા.06/09/2022 (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સૌ પ્રથમ WWW.sebexam.org પર જવું.
- Apply online ઉપર ક્લિક કરવું.
- પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) સામે Apply Now પર Click કરવું.
- Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌપ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે. વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે. શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
- હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-Signature પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.
- Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (15 Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો. અને Open Button, ને Click કરો. હવે Browse Button ની બાજુમાં upload button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.
- હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. જો અહિ અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઇ પણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઇ ગયા બાદ અરજીમાં કોઇપણ જાતનો સુધારો કરી શકાશે નહી.
- જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું.Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
- હવે Print Application & Fee Challan પર Click કરવું. અહીં તમારો confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર click કરો.
- અહિંથી તમારી અરજીપત્રકની તથા ફી ચલણની પ્રિન્ટ કાઢી લેવી.
ફી ભરવાની રીત (How to pay the fee)
- ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે print application print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે. એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકશે. ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
- ઓનલાઈન ફી જમા કરાવવા માટે PRINT APPLICATION” પર click કરવું. અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં NET BANKING OF FEE અથવા other Payment Mode ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
- ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં e-receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલથી સંપર્ક કરવાનો રહેશે.
PSE Exam Paper Solution 2021-22
26/02/2022 | Question Paper | Answer Key |
Other Post
Gujarat NMMS Exam Notification 2022
SEB PSE SSE Exam Gujarat Notification | Result | Apply Now
Download Notification / Apply Now / Result
SSE Exam full form ?
Secondary Scholarship Exam (For Standard IX) સેકેન્ડરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૯)
PSE Exam full form?
Primary Scholarship Exam (For Standard VI) પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષા (ધોરણ-૬)