Election Na Bija Divase On Duty Ganava Babat: The Commission has announced the program on 22/11/2021 for holding general / division/midterm/by-elections of Gram Panchayats. According to the schedule, the date of polling for the said elections is 19-12-2021 (Sunday), the date of re-polling (if required) is 20-12-21 (Monday) and the date of counting of votes is 21-12-2021 (Tuesday).
In local body elections, polling staff usually arrive at the receiving centre late at night after polling is over, or early in the morning the next day if the distance is too high. In the current Covid-12 epidemic situation, in some cases, there may be a delay in the arrival of polling teams at the receiving centre in stages. Therefore, in view of the relatively long tenure of the election staff on duty, it may be difficult for them to be present in their office on the second day of polling. Will not be present at their original office.
Even in the case of re-polling, if there is a running day on the second day of polling, they will have to be considered ON DUTY. In the case of re-polling, if the second day of polling is the current day, then the above instructions. Will apply. Of course, no additional allowance will be levied for this period.
ગ્રામપંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજવા અંગે આયોગે તા.22/11/2021ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે. કાર્યક્રમ અનુસાર ઉક્ત ચૂંટણીઓની મતદાનની તારીખ.19-12-2021 (રવિવાર),પુનઃમતદાનની (જો જરૂરી હોય તો) તારીખ.20-12-21 (સોમવાર) અને મતગણતરીની તારીખ.21-12-2021 (મંગળવાર) છે.
Download Pariptra
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રીસીવીંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોપવા માટે પહોચતા હોય છે. સાંપ્રત કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિમાં કેટલાક કિસ્સામાં મતદાન ટુકડીઓને તબકકાવાર રીસિવિંગ સેન્ટર પર પહોંચતાં વિલંબ થવા પણ સંભવ છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવામાં મુશ્કેલી રહે તે બાબત ધ્યાને લઈ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહીં.
જયાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાં તેઓને ફરજ પર હાજર (ON DUTY) ગણવાના રહેશે. જયાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્સામાં જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાં ઉપર્યુક્ત સૂચનાઓ. લાગુ પડશે. અલબત્ત આ સમયગાળા માટે કોઈ વધારાનું ભથ્થુ આકારી શકશે નહીં.